તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 વર્ષ પૂર્વે 500ની લાંચ લેનારા હેડ કોન્સ્ટેબલને 3 વર્ષની સજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાની એડીશનલ સેસન્સ કોર્ટનો ચુકાદો

વિજાપુરપોલીસ મથકે ચાર વર્ષ પૂર્વે થયેલી ફરિયાદમાં તપાસના કામે રૂ.500ની લાંચમાં ઝડપાયેલા તત્કાલીન હેડ કોન્સ્ટેબલ દશર શ્રીમાળીને મંગળવારે મહેસાણાની એડીશનલ સેસન્સ કોર્ટે 3 વર્ષની સાદી કેદની સજા અને કુલ રૂ.5000નો દંડ ફટકાર્યો હતો.

પિલવાઈ ગામે જૂના વણકરવાસમાં રહેતા ઘેમરભાઈ નરસિંહભાઈ ડાભીની ફરિયાદના આધારે મહેસાણા એસીબી પોલીસે તા.03-09-12ના રોજ વિજાપુર પોલીસ મથકે છટકું ગોઠવ્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ દેવાભાઈ શ્રીમાળી રૂ.500ની માગણી કરી પોતાના ટેબલ ઉપર પડેલા રૂમાલ નીચે મુકાવી રકમ સ્વીકારતા ઝડપાઈ જતાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. કેસમાં પુરાવા અને સરકારી વકીલ સંજય આર.પટેલે કરેલી દલીલોના આધારે સોમવારે મહેસાણા એડીશનલ સેસન્સ જજ એન.કે.પરીખે દશરથભાઈને તકસીરવાન ઠરાવ્યા હતા અને વિવિધ કલમો હેઠળ 3 વર્ષની સાદી કેદ તથા કુલ રૂ.5000નો દંડ ફટકાર્યો હતો.

એકવાર છટકું નિષ્ફળ ગયું હતું

ઘેમરભાઈનાભત્રીજા પ્રવિણભાઈ વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેની અટક કરી કોર્ટમાં રજૂ કરતી વખતે હેડ કોન્સ્ટેબલે રૂ.500 માગ્યા હતા. જેમાં પ્રવિણભાઈએ રૂ.200 આપ્યા હતા. બાદમાં પ્રવિણભાઈએ બે વ્યક્તિની વિરુદ્ધ આપેલી અરજી સમયે હેડ કોન્સ્ટેબલે બાકીના રૂ.300 ઘેમરભાઈ પાસે માગ્યા હતા. જેમાં ઘેમરભાઈની ફરિયાદના આધારે મહેસાણા એસીબીએ ગોઠવેલું છટકું સફળ નહોતું થયું. બાદમાં બાકી રૂ.300 અને અરજીની તપાસના રૂ.200 એમ કુલ રૂ.500ની માગણી કરતાં ગોઠવાયેલું છટકું સફળ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...