• Gujarati News
  • ઉ.ગુ.ના ગ્રામીણ રચનાત્મક અગ્રણીઓનું બહુમાન કરાયંુ

ઉ.ગુ.ના ગ્રામીણ રચનાત્મક અગ્રણીઓનું બહુમાન કરાયંુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : આપણુંમંડળ સેવાદળ સંસ્થાના સ્વર્ણિમ જયંતી મહોત્સવ પ્રસંગે ગ્રામીણ પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ ગ્રામગર્જનાના મણિલાલ એમ.પટેલને સ્વર્ણિમ સન્માન રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે એનાયત કરાયું હતું. પ્રસંગે ગાંધી આશ્રમ ઝિલીયાના માલજીભાઈ દેસાઈ, ગ્રામભારતી-અમરાપુર, લોકનિકેતન-રાધનપુર, સર્વોદય આશ્રમ-અમીરગઢ, સર્વોદય આશ્રમ -વિજાપુર માઢી, સહયોગ કૃષ્ઠયજ્ઞ- રાજેન્દ્રનગર, યોગાંજલી આશ્રમ -સિધ્ધપુર, ભણસાલી ટ્રસ્ટ-રાધનપુર, જયદીપ- સ્નેહલ મેઢામલી સહિતની ઉ.ગુ.ની સેવાભાવી ગ્રામીણ રચનાત્મક સંસ્થાઓના મોભીઓનું સન્માન પત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.