તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કઠવાવડીથી રૂા.42700 ના દારૂ સાથે એક શખસ ઝડપ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાના કઠવાવડી ગામના બસ સ્ટેશન આગળ વોચમાં હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ જીપ નં.જીજે.02.બીપી.5332 ને ઉભી રખાવી તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની કિંમત રૂા.42700 ની દારૂની બોટલ નંગ 113 મળી આવી હતી. જેને પગલે ચાલક અશોક સોમાજી બોડાત (રહે.રીટોડા બોડા તફરળી થાના પહાડા તા.ખેરવાડા) ની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો નટવરલાલ સોમાભાઇ સુવેરા (રહે.પાટીયાવલીસા, તા.ખેરવાડા) પાસેથી લઇ વિજાપુરના રાજુ ઠાકોર નામના ઇસમને પહોંચાડવા જઇ રહ્યો હોવાની કબુલાત કરતા એલસીબી સા.કાં.એ વિજયનગર પોલીસ મથકે ત્રણેય જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી રૂા.2 લાખની જીપ સહિત કુલ રૂા.2,42,700 નો મુદા્માલ કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...