તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાનો પાસપોર્ટ ભાવનગર મોકલી દેવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 8 સપ્ટેમ્બર

ઝીણીઝીણી બાબતોમાં વેરીફીકેશન નાની નાની બાબતમાં નોટીફીકેશન માટે જાણીતી અમદાવાદ પાસપોર્ટ કચેરીમાં પણ ગંભીર બેદરકારી�ઓ દાખવવામાં આવતી હોવાની લોકચર્ચાને સમર્થન મળતું હોય તેમ તાજેતરમાં કચેરીએ કરેલી એક ગંભીર ભૂલ ભાવનગરમાં છતી થઇ હતી. અમદાવાદ પાસપોર્ટ કચેરીએ મહેસાણાની એક વ્યક્તિનો પાસપોર્ટ ભાવનગરની એક એક વ્યક્તિના સરનામે રવાના કરી દીધો હતો. જો કે ભાવનગર પોસ્ટ ખાતાંએ પાસપોર્ટ કચેરીની ભૂલ સુધારી લેવા માટે ચક્રો ગતિમાન કરી દીધાં છે.

સંબંધિત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં મહેસાણાના વીજાપુર તાલુકાના સોખડા ગામના અક્ષયકુમાર અમૃતલાલ પટેલના નામનો પાસપોર્ટ ભાવનગરના અક્ષય જાગીશ્વર પંડ્યાના નામે રવાના કરી દીધો હતો. પાસપોર્ટ મેળવનાર જાગીશ્વરભાઇ ઉર્ફે જગદીશભાઇ પંડ્યાએ કહ્યું કે - ટપાલી મને પાસપોર્ટ આપી ગયો. મારા છોકરાના નામનો હતો એટલે લઇ લીધો. અમને પાસપોર્ટ સમયસર મળ્યો નહોતો એની અમે ફરિયાદ કરેલી હતી. પણ જોયું તો ખબર પડી કે બીજાનો છે.

આવું કયારેય અમારી જાણમાં બન્યું નથી...

^આવુંઅગાઉ ક્યારેય અમારી જાણમાં બન્યું નથી. પાસપોર્ટ જેના નામનો છે તેને મોકલી દેવાનો એક વિચારી અમારી સમક્ષ રજૂ થયો હતો પરંતુ વાસ્તવમાં હાલ તે પાસપોર્ટ કચેરીની પ્રોપર્ટી ગણાય. માટે અમે હાલ તે પાસપોર્ટ કચેરીને મળી જાય અને ત્યાંથી મૂળ પાર્ટી સાથે જે વ્યવહાર થવો જોઇએ તે થાય તેવી વ્યવસ્થા �ઓફીશ્યલી કરી આપી છે. >ડી.એમ.ભાવસાર,સિનિયરહેડ પોસ્ટ માસ્તર, HPO, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો