વિજાપુર ST કર્મીઓએ કાળી પટ્ટી લગાવી વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર | વિજાપુર એસટી નિગમના કર્મચારીઓએ કાળી પટ્ટી લગાવીને સરકાર અને મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવતાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. એસટી નિગમના તમામ કર્મચારી વર્ગ તેમજ ડ્રાયવરો કંડક્ટરોની માંગણીના વિવિધ મુદ્દાઓ સાથે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ક ફેડરેશનના પ્રમુખ કિરીટ શાહ, મહામંત્રી ઇન્દ્રસિંહ જાડેજા, એસટી કર્મચારી મંડળના રતુભા ગોહિલ, મહામંત્રી ધીરેન્દ્ર સિંહ બી.સોલંકી, એસટી મજદૂર મહાસંઘના વી.આર.વાછાની, પ્રમુખ તેમજ ઘનશ્યામ એસ બ્રહ્મક્ષત્રિય, મહામંત્રી એસો. ઓફ ઓફિસર્સ એસટી નિગમના પી.ડી. પટેલ, પ્રમુખ તેમજ ડી.એન.નાયક, મહામંત્રી,ચારેય યુનિયનો એ એક સાથે વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...