તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • Vijapur હિંમતનગરના ઢુંઢરમા 14 માસની બાળાને નિર્દયી રીતે પીંખી નાખનારા

હિંમતનગરના ઢુંઢરમા 14 માસની બાળાને નિર્દયી રીતે પીંખી નાખનારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ઢુંઢરમા 14 માસની બાળાને નિર્દયી રીતે પીંખી નાખનારા પરપ્રાંતિય નરાધમ સામે કડક પગલાં ભરવાની માંગણી સાથે વિજાપુર તાલુકામાં રહેતા પરપ્રાંતિય લોકો સામે જરૂરી પુરાવા લઇ સરકારી રાહે કાર્યવાહી કરવા ઠાકોર સેના તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા માંગ ઉઠવાઇ છે. આ મામલે મામલતદાર જી.કે. પટેલને આવેદનપત્ર પણ અપાયું હતું.

પિલવાઈમાં ગત રાત્રે ગામની આસપાસની જીનોમાં કામ કરતા પરપ્રાંતિયો સામે રોષે ભરાયેલા ટોળાએ હુમલો કર્યાના બનાવ બાદ પોલીસ સક્રિય બની હતી. જેને પગલે પીઆઇ ડી.એન. મહેતાએ ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે તાત્કાલિક શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી અને પરપ્રાંતિયો રહેતા હોય તે વિસ્તારો આઈડેન્ટિફાય માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...