તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડ પરીક્ષા : કેટલાક ટ્વીસ્ટ પ્રશ્નોએ પરસેવો વાળી દીધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રનું પેપર સાવ સરળ રહેતા પરીક્ષાર્થીઓ હરખાયા

ધોરણ10માં સાયન્સ અને ટેકનોલોજીના પેપરના એમસીક્યુમાં પાંચ અને વર્ણનાત્મકમાં એક પ્રશ્ન ટ્વીસ્ટ કરીને પૂછતા એવરેજ વિદ્યાર્થીઓને પ્રશ્નો અઘરા લાગ્યા હતા.ધો 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાના પેપરમાં પુસ્તકના ઉડાણમાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્નોથી પરીક્ષાર્થીઓને પેપર લેન્ધી લાગ્યુ હતું. જ્યારે સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રનું પેપર સહેલુ નિકળતા પરીક્ષાર્થીઓ હરખાયા હતા.

મહેસાણામાં સવારે કર્વેસ્કુલ કેન્દ્રમાંથી ધો10માં સાયન્સ અને ટેકનોલોજીની પરીક્ષા આપીને બહાર નિકળેલા પરીક્ષાર્થીઓએ પેપર થોડુ સહેલુ થોડુ અધરુ એમ એવરેજ રહ્યાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.કૃપા અને કૃપાલીએ કહ્યુ કે, એમસીક્યુમાં ચાર પ્રશ્ન હાર્ડ હતા. એટલે વિકલ્પ પંસદ કરવો અધરો બન્યો હતો.સેક્શન ડીમાં અરીસાવાળો પાંચ માર્કસનો પ્રશ્ન આકૃતિ ઉધી કરીને પૂછાયો હોઇ અધરો હતો .દેવન પટેલે કહ્યુ કે, પાર્ટ બીમાં કેટલાક ટ્વીસ્ટ પ્રશ્નમાં સમય ખુટ્યો હતો.ઉમંગ પરમારે કહ્યુ એવરેજ પેપર સારુ હતું.ધોરણ 12માં કેમેસ્ટ્રીનું પેપર પૂર્ણ થતા પરીક્ષાર્થીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.પાર્થ ત્રિવેદીએ કહ્યુ કે, એવરેજ વિદ્યાર્થી માટે 15 થી 20 માર્કસના પ્રશ્નો અધરા હતા.પાર્ટ બી કરતા એમસી ક્યુ સહેલુ હતું.પૂજા પટેલે કહ્યુ કે, કેટલાક પ્રશ્ન પુસ્તકના ઉડાણમાંથી હતા.

સાયન્યનું એવરેજ

બામોસણાહાઇસ્કૂલના મુકેશભાઇ પટેલે કહ્યુ કે, ધો-10માં સાયન્સ અને ટેકનોલોજીનું પેપર એવરેજ હતું, કેટલાક પ્રશ્નો હોંશિયાર વિદ્યાર્થીની પણ કસોટી કરે એવા હતા. ધો-12 વિષય શિક્ષક નરસંગભાઇ ચૌધરીએ કહ્યુ કે, આકડાશાસ્ત્રનું પેપર વિદ્યાર્થીઓ માટે પરીણામમાં સ્કોરીગ બની રહે તેવુ સરળ હતું. પાંચ માકર્સના પ્રશ્ન થોડા ટ્વીસ્ટ હતા.

પરીક્ષામાંછાત્રાનું બીપી લો થતા 108 બોલાવી

વિજાપુરનીરસદાર પટેલ હાઇસ્કુલમા આંકડાશાસ્ત્રની પરીક્ષા દરમ્યાન એક વિદ્યાર્થીનીની તબીયત લથડી હતી.બે કલાક પેપર આપ્યુ ત્યાં એકાએક બ્લડપ્રેશર લો થઇ ગતા તબીયત બગડી હતી.ત્વરીત સ્થળ સંચાલકે ઇમરજન્સી 108 બોલાવી ત્યાં પ્રાથમિક તબીબી સારવાર બાદ વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઇ જવાઇ હતી .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો