તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ સંતાનો મામલે સંઘપુર ગામનાં મહિલા સરપંચ સસ્પેન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર તાલુકાના સંઘપુર ગામના મહિલા સરંપચને ત્રણ સંતાનો હોવાની રજુઅાત ગામના જ અરજદારે તાલુકા વિકાસ અધિકારીને કરી હતી. આ મામલે થયેલી તપાસમાં મહિલા સરપંચને ત્રણ સંતાન હોઇ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 32(1) ખ તેમજ કલમ 30(1) ત મુજબ સરપંચ તરીકે ગેરલાયક ઠેરવી સત્તા છીનવી લેવાઇ છે.

સંઘપુર ગામના મહેન્દ્રભાઇ કરણસિંહ રાઠોડે ગત તા.15/02/2018 ના રોજ તાલુકા વિકાસ અધિકારી વી.આર.બારોટને સંઘપુરના સરપંચ અંજુબા પ્રહલાદસિંહ રાઠોડ બેથી વધુ સંતાનો હોવાની રજુઆત કરી હતી. આ મામલે તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારીને જે તે સમયે તપાસ સોપી હતી. વિસ્તરણ અધિકારીના રીપોર્ટમાં મહિલા સરપંચને ત્રણ સંતાનો હોવાનું બહાર આવ્યું હતું.

જેને લઇ વિજાપર તાલુકા વિકાસ અધિકારી વી.આર.બારોટે ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ-32(2)ની સત્તાની રૂએ મહિલા સરપંચ અંજુબા રાઠોડને પંચાયત અધિનિયમ 1993ની કલમ 32(1) ખ તેમજ કલમ 30(1) ત મુજબ સરપંચ તરીકે ગેરલાયક ઠેરવી સત્તા છીનવી લેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...