• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • ખેરપુરના ગૌસેવકના હત્યારાની ધરપકડ કરવા વિજાપુર માલધારી સમાજની માંગ

ખેરપુરના ગૌસેવકના હત્યારાની ધરપકડ કરવા વિજાપુર માલધારી સમાજની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી તાલુકાના ખેરપુર ગામના માલધારી યુવકની કસાઇઓ દ્વારા કરાયેલી હત્યાના વિરોધમાં શનિવારે વિજાપુર શહેર તાલુકા ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ)ના પ્રમુખ સંજય દેસાઈ, રાકેશ દેસાઈ, રાજ્ય મહામંત્રી રાજુભાઈ દેસાઈની આગેવાનીમાં રેલી નીકળી હતી. અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી નાયબ મામલતદાર મોહબ્બતસિંહને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ગોરસ મહામંત્રી રાજુભાઈ દેસાઈએ જણાવ્યું કે, રાજુભાઈ દેસાઈ ગૌસેવક હતા, ઘણી જગ્યાએ ગૌહત્યા અને ગેરકાયદે કતલખાના બંધ કરાવ્યા છે. તેમના હત્યારાને ઝડપી યોગ્ય ન્યાય મળે તેવી માંગ સાથે માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગોરસ સમિતિએ આવેદનપત્ર અાપ્યું હતું. તસવીર-કલ્પેશ દેસાઇ

અન્ય સમાચારો પણ છે...