તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજાપુર આર.એચ.પટેલ.મહિલા કોલેજમાં ગુરૂપૂર્ણિમાની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |વિજાપુરની આર.આર.એચ.પટેલ મહિલા આર્ટસ કોલેજ ખાતે જ્ઞાનધારા અંતર્ગત ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમા ઉજવણી નિમિત્તે કોલેજની વિદ્યાર્થીનીઓને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તેમજ એન.એસ.એસ,પ્રો.ઓફિસર ડો.વિનોદચંદ્ર બી.પટેલ દ્વારા ગુરૂનો મહિમા સમજાવીને ભારતીય સંસ્કૃતિનું આગવું મહત્વ છે, તેમજ ગુરૂબિન જ્ઞાન નહી, ગુરૂવિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.તેઓએ મહર્ષિ વ્યાસ, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી રામદાસ જેવા ગુરૂઓનાં દ્રષ્ટાંતો આપ્યા હતા.તેમને પ્રાપ્ત થયેલા ઉત્તમ શિષ્યોની વાત પણ કરી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓએ ગુરૂવંદના કરી હતી. ગુરૂપૂર્ણિમાની ઉજવણી પ્રસંગનું સફળ સંચાલન ડો.મહેશભાઇ કટારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આભાર વિધિ ડો. અનિલ એસ.કપૂર દ્વારા કરવામાં હતી.

અન્ય સમાચારો પણ છે...