વિજાપુર પાલિકાના સેવાસેતુમાં 319 અરજીઓનો નિકાલ કરાયો

વિજાપુર નગરપાલિકાના મંગળવારે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 319 અરજીઓ નિકાલ કરાયો હતો. આ સેવાસેતુમાં અધિકારીઓ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:16 AM
Vijapur - વિજાપુર પાલિકાના સેવાસેતુમાં 319 અરજીઓનો નિકાલ કરાયો
વિજાપુર નગરપાલિકાના મંગળવારે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 319 અરજીઓ નિકાલ કરાયો હતો. આ સેવાસેતુમાં અધિકારીઓ સાથે સ્થાનિક ધારાસભ્ય રમણભાઇ પટેલે હાજરી આપી હતી.

શહેરના પાલિકાના સેવાસેતુમાં આવકના દાખલાની 61, આધાર કાર્ડ અને હેલ્થ વેલનેસ કાર્ડના 45-45, મા વાત્સલ્ય કાર્ડની 36, લર્નિંગ લાયસન્સની 22, રાશન કાર્ડમાં નામ દાખલ અને કરી કરવાની 30 સહિત કુલ 319 અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર જી.કે.પટેલ, નાયબ મામલતદાર મોહબ્બતસિંહ ચાવડા, વિનોદભાઈ મકવાણા, હેલ્થ ઓફિસર ડૉ.વિજયભાઈ અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશભાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ચીફ ઓફિસર જયેશભાઇ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

X
Vijapur - વિજાપુર પાલિકાના સેવાસેતુમાં 319 અરજીઓનો નિકાલ કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App