વિજાપુર | વિજાપુરના રામબાગ રાધાકૃષ્ણ મંદિર સંચાલિત વાન પ્રસ્થાશ્રમમાં રહેતા ઘરડા વડીલો માટે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફ્રીજ મુકાયું હતું. જેમાં યુનિયન બેંકના જનરલ મેનેજર ગુજરાત મોનિકા કાલીયા મહેસાણા યુનિયન બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુભાષ શર્મા નીતિન પટેલ યુનિયન બેંક શાખા પ્રબંધક વિજાપુર તેમજ રામબાગ રાધાકૃષ્ણના ટ્રસ્ટ્રીઓ હેમેન્દ્રભાઈ સોની,ભૂપેન્દ્રભાઈ દેસાઈ, હિતેશ ભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા. અને ઘરડા ઘરના વડીલો માટે ફ્રીઝ અર્પણ કરાયું હતું. આ કાર્યક્રમની સાથો સાથ યુનિયન બેંકના જનરલ મેનેજર મોનિકા કાલીયાએ રીનોવેશન પામેલ ઓફિસનું પણ ઉદ્દઘાટન કર્યું હતુ.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો