શ્રીકૃષ્ણ પરિવાર અને પ્રજા માટે શ્રેષ્ઠ જીવન જીવ્યા

Vijapur - શ્રીકૃષ્ણ પરિવાર અને પ્રજા માટે શ્રેષ્ઠ જીવન જીવ્યા

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:16 AM IST
વિજાપુરના રામબાગમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહની મંગળવારે પૂર્ણાહૂતિ પ્રસંગે કથાકારે ભગવાન કૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતાનું વર્ણન સાથે શ્રીકૃષ્ણના ઉચ્ચ જીવનશૈલીના પ્રસંગનું વર્ણન કર્યું હતું.કથાની પૂર્ણહૂતિ પ્રસંગે ટ્રસ્ટના લોકો સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

વિજાપુર શહેરના રામબાગ રાધાકૃષ્ણ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગોપી મંડળ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહની મંગળવારે પૂર્ણાહૂતિ કરાઇ હતી.

જેમાં કથાના અંતિમ દિવસે કથાકાર શાસ્ત્રી કિરીટભાઇ જોષીએ ભગવાન કૃષ્ણ અને સુદામા વચ્ચેની શ્રેષ્ઠ મિત્રતાની કથાનું ભક્તોને રસપાન કરાવ્યું હતું. તેમજ ભગવાન કૃષ્ણના ગૃહસ્થાશ્રમની કથાનું રસપાન કરાવતાં કહ્યું હતુ કે, ભગવાને તેમના ગૃહસ્થાશ્રમમાં પરિવારને એક સરખો પ્રેમ કર્યો, દરરોજ વહેલી સવારે ઉઠી જ્ઞાન સંધ્યા કરી ગાયત્રી મંત્રનો જાપ કરે છે, સભામાં જઇ સત્સંગ કરે છે, પ્રભુ દાન કરે છે અને પરિવાર સાથે રહી ધર્મના માર્ગે ચાલે છે.

શ્રીકૃષ્ણનું આ જીવન આપણને જ્ઞાન આપે છે કે ગૃહસ્થાશ્રમ કેવી રીતે જીવવું. કથાની પૂર્ણાહૂતિ સમયે મોટી સંખ્યામાં લોકો અને ટ્રસ્ટના ભુપેન્દ્રભાઇ દેસાઇ અને હેમેન્દ્રભાઇ સોની સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

X
Vijapur - શ્રીકૃષ્ણ પરિવાર અને પ્રજા માટે શ્રેષ્ઠ જીવન જીવ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી