મહેસાણા | વિજાપુરના લાડોલમાં ઉમિયા સોસાયટીમાં રાકેશકુમાર રતીલાલ પટેલનું મકાન શનિવારે રાત્રે બંધ હોઇ તસ્કરો મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા.જેમાં તિજોરી તોડી લોકરમાંથી ચાંદીની શેરો, કંદોરો તથા ચાંદીનો દોરો મળી 400 ગ્રામ ચાંદી રૂા. 14000ની મત્તા ચોરી પલાયન થઇ ગયા હતા. ઘરમાં ચોરી થયાની સવારે ખબર પડતા રાકેશકુમાર પટેલે લાડોલ પોલીસ સ્ટેશને ચોરી થયાની ફરીયાદ નોધાવી હતી.જે બનાવની તપાસ પીએસઆઇ બી. એન. ભુંગોર ચલાવી રહ્યા છે.