તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GSTનો કોર્સ શરૂ કરીને આપો, દેશભરમાં ભણાવીશું : જાવડેકર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીમાંજીએસટી અંગેનો કોર્સ ડિઝાઇન કર્યા બાદ શરૂ કરો. કોર્સ શરૂ કર્યા બાદ મને મોકલી આપો. હું દેશભરની યુનિવર્સિટીમાં કોર્સ લાગુ કરાવીશ એમ અત્રે આવેલા કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરે અત્રે જણાવ્યું હતું.

એફજીઆઇ ખાતે જીએસટી વિષય પરના સેમિનારમાં કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરને દેશભરની યુનિવર્સિટી અને કોલેજમાં જીએસટીનો વિષય ભણાવવામાં આવે, તેવી વ્યવસ્થા શરૂ કરો તેવો પ્રશ્ન પૂછાયો હતો. શહેરના સી કે વિજાપુરવાલા કોલેજના ચેરમેન ડૉ.રાજેશ ખજૂરિયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવર્સિટી જીએસટીનો કોર્સ તૈયાર કરવાની પહેલ કરે. જે મને આપે તો હું દેશભરની યુનિવર્સિટી-કોલેજમાં જીએસટીનો અભ્યાસક્રમ લાગુ કરાવીશ.

અન્ય સમાચારો પણ છે...