વિજાપુર નગરપાલિકાની દોર ગૃહિણી સૂર્યાબેન પટેલના હાથમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર પાલિકાના પ્રમુખ પદે ભાજપનાં સૂર્યાબેન પટેલ અને ઉપપ્રમુખ પદે રેણુસિંહ ઠાકોર ચૂંટાઇ આવ્યા હતા. આ ચૂંટણીમાં ત્રણ અપક્ષ સભ્યોએ ભાજપને ટેકો આપ્યો હતો, જ્યારે બે અપક્ષ તટસ્થ રહ્યા હતા. પ્રમુખ ધોરણ-12 સુધી ભણેલા છે અને ગૃહિણી છે.

વિજાપુર પાલિકામાં ભાજપે 28 બેઠકો પૈકી 17 બેઠકો મેળવી હતી. 5 અપક્ષ ચૂંટાયા હતા. સોમવારે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી વી.જી.રોર અને ચીફ ઓફિસર જયેશ પટેલ, મામલતદાર બી.બી. પટેલની હાજરીમાં યોજાઈ હતી. જેમા તમામ 28 સભ્યોએ હાજરી આપી હતી. કૉંગ્રેસ તરફથી પ્રમુખ માપે શાહીસ્તાબાનુએ અને ભાજપ તરફથી સૂર્યાબેન પટેલે ફોર્મ રજૂ કરતાં ભાજપના 17 અને વોર્ડ 5માંથી ચૂંટાયેલા 3 અપક્ષોએ ભાજપને ટેકો આપતાં 20 વિરુદ્ધ 6 મતે સાથે સૂર્યાબેનને પ્રમુખ ચૂંટાયેલા જાહેર કરાયા. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના રેણુસિંહ ઠાકોર 20 વિરુદ્ધ 6 મતે ચૂંટાયેલા જાહેર કરાયા હતા. કૉંગ્રેસના ફઈજઅહેમદ સૈયદે ફોર્મ રજૂ કર્યુ હતું. વોર્ડ 1ના બે અપક્ષ સભ્યો તટસ્થ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...