મહેસાણા-વિજાપુર રોડની દુર્દશા ભારે વરસાદમાં સાવ ધોવાઈ ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહન ચાલકો સર્પાકારે ચલાવવા મજબૂર બન્યા, ખાડાખૈયાના કારણે અકસ્માતનું જોખમ વધ્યું

મહેસાણાથીવિજાપુરનો રોડ વરસાદી પાણીથી ધોવાતા ઠેર-ઠેર ગાબડાં પડ્યા છે. જેને લઇ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોના માથે અકસ્માતનો ભય તોળાઇ રહ્યો છે. એમાંય રાતના સમયે ગાબડાં વાહન પટકાવાના બનાવો વધ્યા છે. છેલ્લા 2 દિવસમાં ત્રણેક બાઇક સવારો પડી જવાની સાથે 2 કારની એક્સલ તૂટવાની ઘટના ઘટી ચૂકી છે.

ધોધમાર વરસાદને લઇ મહેસાણાથી વિજાપુર સુધીનો મોટાભાગનો રોડ ધોવાઇ ગયો છે. એમાંય વસઇ, ડાભલા, ઉદલપુર અને દેવરાસણ ગામ નજીક વધુ ગાબડાં પડતાં રોડ મગરની પીઠ જેવો ખાડાખૈયાવાળો બન્યો છે. જેને લઇ સવા કલાકનો રસ્તો કાપતાં વાહન ચાલકોને 2 કલાકનો સમય લાગી રહ્યો છે. જ્યારે ઉદલપુર નજીકના ગાબડાંને લઇ બે બાઇક સવારો પટકાયા હતા, તો વસઇ અને ડાભલા વચ્ચે પણ એક બાઇક સવાર પડ્યો હતો. તેમજ 2 કારની એક્સલ તૂટી હોવાની રાવ છે. સદનસીબે કોઇપણ ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.

મહેસાણા-વિજાપુર હાઇવે પર અનેક ગાબડાં પડી ગયાં છે.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...