ઉત્તરાયણ કરવા મામાના ઘરે આવેલા બાળકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ કરવા પરિવાર સાથે મામાના ઘરે વિજાપુર આવેલો બનાસકાંઠાના જામપુર ગામનો 7 વર્ષનો બાળક તેના ભાઇ સાથે ઘરના આંગણામાં પકડદાવ રમતો હતો, ત્યારે અજાણ્યા વાહનની ટક્કર વાગતાં ગંભીર ઇજા થઇ હતી. જેમાં તેનું મોત નીપજતાં તેના માતાએ વિજાપુર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.

શિહોરીના મોટા જામપુરા ગામના ઇશ્વરજી પરમાર (ઠાકોર) ઉત્તરાયણ કરવા પરિવાર સાથે વિજાપુર સાસરીમાં આવ્યા હતા. વાસી ઉતરાયણના દિવસે ઇશ્વરજીનો 7 વર્ષનો પુત્ર દેવરાજ અને તેમના સાળાનો છોકરો આંગણામાં પકડદાવ રમી રહ્યા હતા. તે સમયે દેવરાજ દોડીને રામ સોસાયટી આગળના રોડ પર પહોંચતા અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી.

અન્ય સમાચારો પણ છે...