પિલવાઇ કોલેજના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િવજાપુર : રાષ્ટ્રિય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી, વિજાપુર દ્વારા પિલવાઇ કોલેજમાં વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ આવે તે માટે વ્યસનમુક્તિ અંગે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 12 વિદ્યાર્થીઓએ ભાગ લઇ તમાકુથી થતાં રોગો, શરીરમાં થતું નુકસાન, ગેરફાયદા અને તમાકુ અધિનિયમ- 2003ના કાયદાની વાત રજૂ કરી હતી. વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું. વિદ્યાર્થીઓ પાસે વ્યસન મુક્તિના સંકલ્પ પણ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ, સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ કચેરી અને પિલવાઇના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...