તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિજાપુરના ચક્કરથી ખત્રીકૂવાના બિસમાર માર્ગથી લોકો પરેશાન

વિજાપુરના ચક્કરથી ખત્રીકૂવાના બિસમાર માર્ગથી લોકો પરેશાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસામાં વરસાદી પાણી ભરાતાં ઠેરઠેર ગાબડાં પડી ગયા હોઇ નવો રોડ બનાવાની માંગ

ભાસ્કરન્યૂઝ.વિજાપુર

વિજાપુરશહેરના ભરચક વિસ્તારમાં ચક્કરથી ખત્રીકૂવા જતા રોડ પર ભરાતાં વરસાદી પાણીના કારણે ઠેરઠેર ગાબડાં પડી જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ રહ્યાં છે અને રોડ નવો બનાવવાની માંગ ઉઠી છે.

શહેરના ચક્કરથી ખત્રીકૂવા સુધીના રસ્તા પર ત્રણ વર્ષ અગાઉ પાલિકા દ્વારા સીસી રોડ બનાવાયો હતો. જો કે, રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતું હોઈ છેલ્લા કેટલાક સમયથી ઠેરઠેર તૂટી ગયો છે અને ખાડા પડી ગયા છે. જેથી અહીંથી પસાર થતાં વાહનો ખાડામાં પટકાતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા મુખ્ય માર્ગ પર નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. બાબતે પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક સમય પહેલાં રોડ તૂટી ગયો છે. જેની મરામત કરવાની કામગીરી હાથ ધરાશે. પરંતુ ગ્રાન્ટ આવ્યા બાદ રોડ નવો બનાવાશે.