તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vijapur
 • પ્રા.શિક્ષણની સમીક્ષા બેઠકમાં ગુણોત્સવને અસરકારક બનાવવા ચિંતન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રા.શિક્ષણની સમીક્ષા બેઠકમાં ગુણોત્સવને અસરકારક બનાવવા ચિંતન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાથમિકશિક્ષણ મુદ્દે ઉ.ગુ. ઝોનની ગુરુવારે મહેસાણામાં મળેલી પ્રથમ સમીક્ષા બેઠકમાં ગુણોત્સવને વધુ અસરકારક બનાવવા શું કરી શકાય તે અંગેનાં સૂચનો સાથે આગામી બેઠકમાં આવવા જણાવાયું હતું. ઉલ્લેખનિય છે કે, આવી બેઠક હવે દર મહિના અલગ અલગ જિલ્લામાં યોજાવાની છે.

ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજના હોલમાં યોજાયેલી બેઠકમાં નાયબ શિક્ષણ નિયામક એમ.કે.રાવલ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી અને કચ્છ જિલાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, કેળવણી નિરીક્ષકો અને બીઆરસી કો-ઓર્ડિનેટરો હાજર રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને આરટીઈના શ્રેષ્ઠ અમલીકરણ માટે કંઈક નવું કામગીરી કરી હોય તે અંગેની ચર્ચા કરાઈ હતી. સારું કામ કરનારને બિરદાવવા, નિયમિત બેઠકો કરી સંકલનથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવો, કમ્પ્યુટર લેબનો શિક્ષણમાં વધુને વધુ ઉપયોગ કરવો વગેરે માર્ગદર્શન અપાયું હતું. ગુણોત્સવમાં 60 શાળાઓમાં એ-પ્લસ અને બાકીની શાળાઓમાં ગ્રેડ સાથે રાજ્યમાં શ્રેષ્ઠ તાલુકા તરીકે ઊભરી આવેલા વિજાપુર તાલુકાના બીઆરસી સંજય પટેલનું અહીં પણ સન્માન કરાયું હતું. સંજયભાઈએ જૂનથી ગુણોત્સવની તૈયારીઓ કરતા હોવાનું, નિયમિત આચાર્યોની તાલુકા કક્ષાની બેઠકો અને તે મુજબ સુપરવિઝન, એકમ પૂરો થાય એટલે ટેસ્ટ અને તેની સંકલનમાં ચર્ચા સહિતના પ્રયાસોનું સારું પરિણામ મળ્યું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો