તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાસના કાર્યકરોને 80 કલાક ગોંધી રખાતા પાટીદારોમાં રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આટકોટનીહોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પહેલી વાર આવી રહ્યા હોઇ, ત્યાં પણ સૂરતવાળી થાય તે માટે કાર્યક્રમના 80 કલાક પહેલાં પાસના ગુજરાતના સંગઠન પ્રભારી દિલીપ સાબવા અને સુનીલ ખોખરિયા સહિતના બે કાર્યકરો રાજકોટ એલસીબીએ નજર કેદ કરી લીધા હતા અને 80 કલાક સુધી ગોંધી રાખ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આથી ભાજપની આવી કામગીરી સામે રોષ ફેલાયો હતો. જો કે કાર્યકરોએ મુક્તિની ઉજવણી સરદારની પ્રતિમાને ફૂલહાર કરીને કરી હતી.

કાર્યકરોએ જય સરદારના નારા લગાવ્યા હતા. તકે કાર્યકરોએ એવો પણ આરોપ મૂક્યો હતો કે માજી ધારાસભ્ય ડો. બોધરા અને અરજણ રામાણી દ્વારા કાવતરું કરવામાં આવ્યું હતું.

વિજાપુર ખાતે પાસ કન્વીનરોની બેઠક મળી

આગામી21 સપ્ટેમબરે વિજાપુરથી ગાંધીનગર સુધી નીકળવનારી સ્વાભિમાન પાટીદાર યાત્રાને સફળ બનાવવા માટે વિજાપુર ખાતે ઉતર ગુજરાતના પાસ કન્વીનરોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં યુવાનો, મહિલાઓ સહિત 51 હજાર પાટીદારોને જોડીને સફળ બનાવવા નિર્ધાર કર્યો હતો.

આટકોટ ખાતે સરદારને ફૂલહાર કરીને મુક્તિને વધાવાઇ

મુખ્યમંત્રીની જસદણ મુલાકાતને પગલે પોલીસ બેબાકળી બની હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો