તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vijapur
 • હિંમતનગરથી ગુમ રાધનપુરની સાત વર્ષની બાળકી મોરબી વિજાપુર ST બસમાંથી મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરથી ગુમ રાધનપુરની સાત વર્ષની બાળકી મોરબી-વિજાપુર ST બસમાંથી મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરમાંરહીને મજૂરીકામ કરતા રાધનપુરના પરિવારની 7 વર્ષની બાળકીને અજાણ્યો શખ્સ રવિવારે બપોરે ઊપાડી ગયાની હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. ત્યારે સોમવાર સવારે હળવદના એસટી ડેપોમાં ઉભેલી મોરબી-વીજાપુર બસમાં એક મુસાફરને બાળકી રડતી મળી આવતા પોલીસને જાણ કરાઇ હતી. આથી હળવદ પોલીસે સંપર્ક કરી બાળકીને પરિવારજનો સોંપી હતી.

રાધનપુરના રહેવાસી અને છેલ્લા આઠ વર્ષથી સાબરકાંઠાના હિંમતનગર બસ સ્ટેશન સામે ભીલવાસમાં રહેતા જીતુભાઈ અમૃતભાઈ ભીલને પરિવાર હિંમતનગર ગામે રહીને મજૂરી કામ કરી પેટીયુ રળતો હતો. ત્યારે બીજાધોરણમાં ભણતી 7 વર્ષની બાળકી નિકીતા હિંમતનગર ગામના બસ સ્ટેશન નજીક રમતી હતી. ત્યારે અજાણ્યો શખ્સ ઊપાડી ગયો હતો. દરમિયાન હળવદ બસ સ્ટેશનમાં મોરબી-વીજાપુર બસમાં પાછળની સીટમાં બાળકી રડતી મળી આવતાં હળવદના મુસાફર બિપીનભાઈએ પોલીસને જાણ કરાતા વોટસઅપ દ્વારા બાળકી મળી આવી તેવી જાહેરાત ફોટા સાથે મેસેજ પ્રસિધ્ધ કર્યા હતા. જે હિંમતનગરનાં જીતુભાઈના માસીના દિકરા નરેશભાઈને મેસેજ વોટસઅપમાં મળતા હળવદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આથી હળવદ પોલીસે ગુમ થયેલ બાળકીને પરિવારજનોને હિંમતનગર પોલીસ સાથે રાખી મિલન કરાવ્યુ હતું.

બાળકીરડતા શખસ નાસી ગયાની શંકા

હળવદબસ સ્ટેશનમાં મોરબી-વિજાપુર બસમાં પાછલી સીટમાં 7 વર્ષની નિકીતા બસમાં રડવા લાગી હતી. જેનાં ડરના કારણે બાળકીને લઇ આવેલો શખસ તેનેે મૂકીને બસમાંથી નાસી છૂટ્યો હોવાની શંકા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો