મહાદેવપુરામાં વૃધ્ધ વીજડીપી પર ચઢીને લટકી ગયો, ગંભીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતમજુરી કરતો 75 વર્ષીય વૃદ્ધ માનસિક અસ્થિર

વિજાપુરતાલુકાના મહાદેવપુરા ગામના ખેતીમજૂરી કરતા 75 વર્ષિય વૃદ્ધે માનસિક અસ્થિરતાના કારણે મોડીરાત્રે ગામની પ્રાથમિક શાળા પાસે આવેલી હેવી વીજલાઇનની ડીપી ઉપર ચડી જતાં કરંટ લાગ્યા હતા. જેના કારણે ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાંમાં ખસેડવામાં આવ્યો હતા.

મધરાતે વૃધ્ધ ડીપી પરના વાયરને પકડતાં ગામની લાઇટ જતી રહી હતી. આથી લાઇનમેનોએ હાથ ધરેલી તપાસમાં પરમાર પરથીજી ધનાજી ઇલેકટ્રીક વાયર સાથે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક 108ને જાણ કરી સારવાર માટે વિજાપુરની હોસ્પીટલમા લવાયા હતા. જયાં પ્રાથમિક સારવાર મેળવી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે લઇ જવાયો છે.

હાલમાં વૃધ્ધની ગંંભીર હાલતને લઇને પરિવાર ચિંતામાં મૂકાયો છે.

અન્ય સમાચારો પણ છે...