• Gujarati News
  • બાળદિનની ઊજવણી કરાઇ

બાળદિનની ઊજવણી કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની શબરી વિદ્યાલયમાં શુક્રવારે નહેરૂ ચાચાના જન્મ દિવસની ઊજવણી નિમિત્તે બાળકો વિવિધ વેશભૂષામાં સજ્જ થઇને આવ્યા હતા./ભાસ્કર

ઊંઝામાં ભાજપની કાર્ય શિબિર

મહેસાણા|‘સશક્ત ભાજપ સશક્ત ભારત’ અંતર્ગત શુક્રવારે ઊંઝા ખાતે જિલ્લા ભાજપની પ્રથમ તબક્કાની કાર્ય શિબિર યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શંકરભાઇ ચૌધરી, અતિ પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન જ્યંતિભાઇ બારોટ, પ્રદેશ સંગઠન પર્વના ઇન્ચાર્જ મનસુખભાઇ માંડવીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ASIના નિધનથી ગમગીની

હારિજ|હારિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ જગદીશસિંહ નવલસિંહ વિહોલ (55) ગુરુવારે પોલીસ લાઇનમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં તુરંત સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. પરંતુ તેમનું નિધન થયું હતું. એએસઆઇ જગદીશસિંહ મૂળ વિજાપુર તાલુકાના પિલવાઇ ગામના વતની હતા. તેમના મૃતદેહને વતન લઇ જવાયો હતો.

પરીક્ષા સમયે ઝેરોક્ષ બંધ રખાશે

મહેસાણા|કોલેજોમાં17મી નવેમ્બરથી 31મી ડિસેમ્બર દરમિયાન વિવિધ શાખાની પરીક્ષાઓ શરૂ થનાર છે. પરીક્ષાઓ શાંત વાતાવરણમાં લેવાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં પરીક્ષા કેન્દ્રોના 200 મીટર વિસ્તારમાં આવતાં ફોટો કોપી મશીનો બંધ રાખવા તાકીદ કરવામાં અાવી છે.

ઓએનજીસીનું વૃદ્ધાશ્રમને દાન

મહેસાણા|ઓ.એન.જી.સી એસેટ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નાગલપુર સ્થિત સ્નેહ કુટીર વૃધ્ધાશ્રમને રૂ.3.90 લાખનું દાન અપાતાં ગુરુવારે સ્નેહ કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે એસેટ મેનેજર ઉત્પલ બોરાએ કહ્યું કે, પ્રકારના સહયોગથી સમાજ જીવનમાં પરિવર્તન આવશે. સ્નેહ કુટીરના ટ્રસ્ટી ડો.પી.આર.પટેલે ઓએનજીસીના કાર્યને બિરદાવ્યું હતું.

િશક્ષક સજ્જતા તાલીમ

બહુચરાજી|તાલુકાનાશંખલપુરમાં ટોડા મંદિર સંકુલમાં રાજ્ય કક્ષાની િશક્ષક સજ્જતા તાલીમ યોજાઇ હતી. જેમાં રાજ્યભરમાંથી 350થી વધુ સીઆરસી અને બીઅારસી હાજર રહ્યા હતા. તેમણે વર્ચ્યુઅલ કલાસરૂમ, નવા પાઠ્યક્રમ સહિત તાલીમ મેળવી હતી. જેઓ તેમના કાર્યક્ષેત્રમાં િશક્ષકોને તેની તાલીમ આપશે. તાલીમના પ્રારંભે િશક્ષણ િવભાગના સચિવ હાજર રહ્યા હતા.

ન્યૂઝ ઇન બોક્સ