તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંત્રાલમાં દારૂ પીવા પૈસા આપતાં ધોકો માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
100 રૂપિયા માટે યુવકે માથાના ભાગે ઇજા પહોંચાડી પોલીસ મથકમાં ફરિયાદ

વિજાપુરતાલુકાના જંત્રાલ ગામમાં રવિવારે બપોરે ચમારવાસના નાકે બેઠેલા એક વ્યક્તિ પાસે ગામના એક શખસે દારૂ પીવા માટે 100 રૂપિયા માગ્યા હતા. જે આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસે પૈસા નહસં આપનાર યુવકને માથામાં ધોકો અને હથેળીમાં ચપ્પુ મારતાં ગંભીર ઇજા થઇ હતી. મામલો વિજાપરુ પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલ અમદાવાદના મેઘાણી નગરમાં રહેતા મૂળ જંત્રાલ ગામના પ્રેમજીભાઇ કાળીદાસ ચૌહાણ રવિવારે બપોરે 12-30 વાગ્યાના અરસામાં ગામમાં તેમના મહોલ્લાના નાકે બાંકડા પર બેઠા હતા.

તે વખતે જગદીશ બાબુભાઇ સોલંકીએ તેમની પાસે દારૂ પીવા 100 રૂપિયા માગ્યા હતા.પૈસાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસે પ્રેમજીભાઇને માથામાં ધોકો માર્યો હતો અને ચપ્પુ મારવા જતાં ડાબા હાથની હથેળીમાં વાગતાં ઇજા થઇ હતી. મામલે પ્રેમજીભાઇએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો