• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • વડનગર, વિજાપુર,ખેરાલુ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી: છેલ્લી ઘડી સુધી સસ્પેન્શ

વડનગર, વિજાપુર,ખેરાલુ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી: છેલ્લી ઘડી સુધી સસ્પેન્શ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ પાલિકા વડનગર, વિજાપુર અને ખેરાલુમાં ફરીથી ભાજપ બહુમતી સાથે સત્તામાં આવી છે. ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સોમવારે સવારે 11 વાગે ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળશે. જેમાં ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલા નામ સાથેનો મેન્ડેટ બેઠકમાં જ અપાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

વડનગરમાં 28માંથી 27, ખેરાલુમાં 24માંથી 15 અને વિજાપુરમાં 28માંથી 17 બેઠક સાથે ભાજપે બહુમતી મેળવી છે. વડનગરમાં પ્રમુખ પદ માટે બક્ષીપંચ, જ્યારે ખેરાલુ અને વિજાપુરમાં મહિલા માટે અનામત છે. આ ત્રણેય પાલિકાના કોર્પોરેટરોની શુક્રવારે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી હતી. જેમાં વિજાપુર પાલિકાના પ્રમુખપદ માટે પક્ષના મંત્રી જયસિંહ ચૌહાણ અને અશોકભાઇ ભાવસારે, વડનગર માટે પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને જિલ્લા પ્રભારી જગદીશ પટેલે તેમજ ખેરાલુ માટે સાંસદ જયશ્રીબેન પટેલ અને મયંક નાયકે સભ્યોનો મત જાણ્યો હતો. જિલ્લા સંગઠન દ્વારા નામો અંગે પાર્લામેન્ટરી બોર્ડમાં રિપોર્ટ કરાયો હતો.

ભાજપ દ્વારા બેઠક પહેલાં જ મેન્ડેટ આપશે: નામોને લઈ તર્ક વિર્તક
વડનગરમાં પ્રમુખપદ માટે ઘેમરજી ઠાકોર મુખ્ય દાવેદાર

વડનગર | પાલિકામાં પ્રમુખપદે બક્ષીપંચના ઉમેદવાર બેસશે. ચર્ચાતાં બે નામો પૈકી શહેર પ્રમુખ ઘેમરજી ઠાકોરની પસંદગીની શક્યતા છે. ઉપરાંત પ્રફુલ્લભાઈ મોદીનું નામ પણ ચર્ચામાં છે.