28 % GSTના વિરોધમાં તમાકુ ન ખરીદવાનો નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા તાલુકાના સુણોક ગામે ઉમિયા માતાજી વાડીમાં રવિવારે ગુજરાત તમાકુ કિસાન વેપારી સંઘની જનરલ સભા મળી હતી. જેમાં ઊંઝા, ઉનાવા, ડીસા, ભીલડી, વિજાપુર, લાડોલ, પાટણ એપીએમસીના ચેરમેન, સેક્રેટરી, ડિરેકટરો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તમાકુ પર 28 ટકા જીએસટીના અમલીકરણ મુદ્દે છેલ્લા 4 માસથી સરકાર સાથે લેખિત અને મૌખિક ચર્ચાઓ બાદ પણ કોઈ નિર્ણય ન આવતાં સોમવારથી તમાકુની ખરીદી નહીં કરવાનો નિર્ણય કરાયો હતો.

સરકારે તમાકુમાં 28 ટકા જીએસટી મુદ્દે સ્પષ્ટતા કરી નથી. ખેડૂત પાસેથી સીધી ખરીદી ઉપર 5 ટકા જીએસટી, જયારે એનો એ જ માલ એ જ પરિસ્થિતિમાં બજારમાં મુકતાં 28 ટકા જીએસટી વાજબી ન હોવાનું વેપારીઓનું માનવું છે. આ મુદે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સચિવ પી.ડી. વાઘેલા સહિતને રજૂઆત કરવા છતાંય કોઈ હલ ન આવતાં તમાકુના વેપારીઓએ આર યા પારની લડતના મંડાણ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...