• Gujarati News
  • ગઢડામાં ઠપકો આપતા પશુપાલક પર હુમલો

ગઢડામાં ઠપકો આપતા પશુપાલક પર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર : વિજાપુરતાલુકાના ગઢડા ગામે નદીમાં રેતી ભરવા આવેલા ટ્રેકટરના અવાજથી ભેંસો ભડકતાં પશુપાલક મહિલાએ ઠપકો આપતાં ટ્રેકટર ચાલક સહિત બે જણાએ ધારિયાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

ગઢડા ગામના ઝાલા બળવંતસિંહ અગરસિંહએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની પત્ની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા માટે ગયા હતા, ત્યારે ટ્રેકટર લઇને આવેલા ઝાલા નવલસિંહ કેશરીસિંહ અને પરમાર ભીખુસિંહ દીપસિંહએ અચાનક ટ્રેકટર હંકારતાં ભેંસો ભડકી હતી. આથી તેમને ઠપકો આપતાં ઉશ્કેરાઇ જઇ ધારિયાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે અંગે વિજાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.