તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાગીદારનીહત્યાના ગુનામાં વચગાળાના જામીન મેળવી 1 મહિનાથી હાજર નહીં થનારા વિજાપુરના આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

વિજાપુરના વેપારી પાસે લાખોની રકમ ભરાતાં તેનું અપહરણ કરી મગુના ગામની સીમમાં આવેલા ફાર્મમાં છરીઓના ઘા મારી હત્યા કરવાના બહુચર્ચિત કેસમાં વિનોદ સોમાભાઇ પટેલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંતર્ગત તેની ધરપકડ થઇ હતી. જોકે, તેણે ગુજરાત હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન લીધા હતા. જે 1 મહિનાથી હાજર થતાં વોરંટ નીકળ્યું હતું. વિનોદ પટેલ મહેસાણામાં હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એમ.ડી. ચંપાવત, અેએસઆઇ જહીરખાન સહિત સ્ટાફે તેને ઝડપી પાટણ જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...