તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 62 ગામો જુથ યોજનાના પાણીથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરોઇ ડેમમાં જુલાઇ માસ સુધી ચાલે એટલું પાણી, 64.87 કરોડની યોજના બનાવાઇ

કલેકટરસાથે જિલ્લાના પાણી પુરવઠા વિભાગની બેઠકમાં પીવાની પાણીની સ્થિતિ વિશે સમિક્ષા કરાઇ હતી. જે અંતર્ગત જિલ્લાના 601 ગામડાઓ અને 7 શહેરો પૈકી 364 ગામડાં અને 7 શહેરોમાં નર્મદા કેનાલ અાધારિત જુદી-જુદી 3 જૂથ યોજનાઅો તથા ધરોઇ જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પડાઇ રહ્યું છે. જ્યારે 175 ગામડાઓમાં પાણીના બોરની વ્યવસ્થા હોઇ સ્વૈચ્છીક રીતે કોઇપણ જૂથ યોજનાનો સ્વીકાર કર્યો નથી. બીજી તરફ હાલમાં જિલ્લામાં વિજાપુર, ખેરાલુ, સતલાસણા અને વડનગર સહિતના તાલુકાના 62 ગામોમાં ટેકનિકલ કારણોસર જૂથ યોજનાના પાણીથી વંચિત રહ્યા છે. જોકે, 62 ગામમાં જૂથ યોજના દ્વારા પાણી મળી રહે તે માટે રૂ.64.87 કરોડની દરખાસ્ત પાણી પુરવડા બોર્ડની કચેરીમાં મંજૂરી હેઠળ છે. બીજી તરફ ધરોઇ ડેમમાં હાલમાં 42.50 ટકા એટલે કે 12,204 એમસીએફટી પાણીનો જથ્થો છે. જે જુલાઇ માસ સુધી જિલ્લામાં પીવાનું પાણી પૂરું પાડી શકે તેમ હોવાનું જિલ્લા પાણી પુરવઠા વિભાગે કલેકટરને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો