તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ન્યૂઝ | હિંમતનગર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | હિંમતનગર

હિંમતનગરપાસે વિજાપુર બાયપાસ રોડ પર શનિવારે બપોરે ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સિવિલમાં સારવાર અર્થે લવાયા હતા. જે પૈકી રાજસ્થાનના 2 વ્યક્તિઓના મોતથયા હતા.

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. જી. ચાવડાના જણાવ્યા મુજબ, શનિવારે બપોરે હિંમતનગર -વિજાપુર બાયપાસ માર્ગ પર ટ્રક (આરજે 29 જીબી 2458) આગળ જતાં ટ્રેલર (આરજે 19 જીબી 7529)નો ઓવરટેક કરવા જતાં ધડાકાભેર અથડાઇ પડ્યા હતા. જેમાં ટ્રકના કેબિનના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં 3 જણાને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લવાયા હતા.જ્યાં રાજસ્થાનના ભીલવાડાના શ્રવણ રબારી અને શંભુ રબારી નામના ટ્રેલરચાલક અને કંડકટરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકો ટ્રકના ડ્રાઇવર અને કંડક્ટર: 1 ગંભીર

અન્ય સમાચારો પણ છે...