સાબરમતી નદીમાંથી રેતી ચોરીના કેસમાં 2ની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
19,323 મેટ્રીક ટન રેતીની ચોરી મામલે 2 મહિના પૂર્વે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી

વિજાપુરતાલુકાના સંઘપુર ગામની સીમમાં સાબરમતી નદીમાંથી 19,323 મેટ્રીન ટન રેતી ચોરીના ગુનામાં મહેસાણા એલસીબી પોલીસે બે શખસોની ધરપકડ કરી છે. તપાસના કામે પોલીસે બુધવારે બંને આરોપીઓને વિજાપુર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે.

વિજાપુરના સંઘપુર ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી રેતીનું બિન અધિકૃત ખોદકામ કરી રેતી ચોરી થતી હોવાનું બાતમી મળતાં તંત્રએ રેડ કરી કૌભાંડ ઝડપી લીધું હતું. તપાસ દરમિયાન કુલ 19,323 મેટ્રીક ટન સાદી રેતી રોયલ્ટી વિના ખનન કરી ચોરી કર્યાનું ખુલ્યું હતું. આથી ડમ્પર ચાલકો વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની તપાસ કરી રહેલી મહેસાણા એલસીબી પોલીસે અજયસિંહ માનસિંહ અને નંદુ કાનજીભાઇ મારવાડીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...