તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • મહેસાણા સિવિલમાં ઉપવાસ છાવણીમાં ધારાસભ્ય સહિત બેની તબિયત લથડી

મહેસાણા સિવિલમાં ઉપવાસ છાવણીમાં ધારાસભ્ય સહિત બેની તબિયત લથડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રથમ પીએમમાં ચાર ડોક્ટરને 39 ઇજા કેમ દેખાઈ? માંગુકિયા

છઠ્ઠા દિવસે પાટીદારો, એસપીજી ,પાસ અને કોગ્રેસ આગેવાનોની મુલાકાત

સિવિલમાં આમરણાત ઉપવાસ છાવણીમાં વિજાપુરના ધારાસભ્ય પીઆઇ પટેલને સવારે 9.50 વાગ્યે અશક્તિમાં ચક્કર આવ્યા હતા. તેમનું બ્લડપ્રેશર લો થઇ ગયું હતું. મૃતક કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇનું ડાયાબિટિસ વધી જતાં તેમને તાત્કાલિક સારવાર અપાઈ હતી. અન્ય ઉપવાસી કિરીટભાઇ પટેલને ચક્કર આવતા વોર્ડમાં સારવાર અપાઇ હતી. રવિવારે પાટીદાર, એસપીજી, પાસ અને કોંગ્રેસના વિવિધ આગેવાનોએ મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી.

માંગુકિયાએ સરકાર સામે સવાલ ઉઠાવ્યા.

મહેસાણા | રવિવારેસિનિયર વકીલ બાબુ માંગુકિયાએ સવાલ કરતા જણાવ્યું હતું કે, પ્રથમ પોસ્ટમોર્ટમમાં ચાર અનુભવી ડોક્ટરને 54ને બદલે 39 ઇજા કેમ દેખાઇ? તેઓ કોની નજરે દેખતા હતા? કોના કહેવાથી, કોને બચાવવા આવો રીપોર્ટ કરાયો? સોમવારે 11 વાગ્યે બંને પોર્સ્ટમોર્ટમની સીડી મળ્યા બાદ ફોરેન્સિક નિષ્ણાતનો અભિપ્રાય લઈ ફરિયાદ કરાશે.

શંકરસિંહ બાપુએ પણ મુલાકાત લીધી

રવિવારેપ્રદેશ કોગ્રેસ ડેલીગેશન સાથે રાજ્યપાલની મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલા મહેસાણા સિવિલમાં મૃતકના પરિવારને મળવા આવ્યા હતા. તેમણે પરિવારને સાંત્વના આપતા જણાવ્યું કે, રી-પોર્સ્ટમોર્ટમનો રિપોર્ટ આંખો ખોલનારો છે.

અન્ય સમાચારો પણ છે...