તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Vagdod
  • વાગડોદ વિસ્તારમાં સૂકા ઘાસની તંગીથી બાજરી જુવારના પુળાના ભાવો વધ્યા

વાગડોદ વિસ્તારમાં સૂકા ઘાસની તંગીથી બાજરી જુવારના પુળાના ભાવો વધ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીતાલુકાના વાગડોદ પંથકના દુધાળા પશુઓની સંખ્યા મોટી છે પણ ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને પણ સુકા ઘાસ મામલે તકલીફો પડી રહી હોઇ પુળા લેવા માટે ખેતરો ખુંદાઇ રહ્યા છે. હાલે અછત હોઇ ભાવો વધી જતાં પશુ નિભાવ મુશ્કેલ બની રહ્યો છે.

વાગડોદ વિસ્તારના ખારેડા, કોઇટા તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાના આરંભે સૂકા ઘાસના બાજરીના પૂળાના ભાવ રૂ. 10 અને જુવારના પૂળાના ભાવ રૂ.15 હતા જે અત્યારે વધી ગયા છે જેમાં બાજરીના અેક પૂળાનો ભાવ રૂ.15 અને અને જુવારના પૂળાના ભાવ રૂ. 18 થી 22 ચાલી રહ્યા છે. વાગડોદ વિસ્તારમાં પશુઓની સંખ્યા મુજબ ઘાસચારાનું વાવેતર થતું નથી અને રોકડીયા પાકોની ખેતી વધારે થતી હોઇ ભર શિયાળામાં સૂકા ઘાસની અછત શરુ થઇ છે. જે અાગામી ઉનાળામા વધારે પેચીદી બની જશે તેમ પશુપાલકોઅે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...