તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Vagdod
 • વાગડોદ પંથકમાં રોકડીયા પાક રીંગણનું વાવેતર શરૂ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગડોદ પંથકમાં રોકડીયા પાક રીંગણનું વાવેતર શરૂ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરસ્વતીતાલુકાના વાગડોદ પંથકમાં રોકડીયા પાક તરીકે રીંગણની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. જેમાં ઉત્પાદન લેવા ઉપરાંત બિયારણ પણ બનાવીને વેચાણ કરાઇ રહ્યું છે. રીંગણનો ઉતાર મળ્યા પહેલાં રોપાઓની કમાણી પણ થઇ રહી છે. ખારેડા કોઇટા સહીત આજુબાજુના અનેક ગામોમાં રીંગણની ખેતી વ્યાપક રૂપે કરાય છે અને શાકભાજીનો મોટો જથ્થો ડીસાના બજારમાં ઠલવાય છે.

કોઇટા ટપ્પાના 25 જેટલા ગામોમાં રીંગણની ખેતી વિસ્તરી છે. જેમાં રોજેરોજનો રોકડીયો વેપાર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. પાકા રીંગણને સૂકવી તેના બીનો રોપ કરવામાં આવે છે. તે રોપ તૈયાર થયા પછી વેચાણ કરવામાં આવી રહ્યું છે અને હાલે તેની વાવણી કરવામાં આવી રહી છે. એટલે રીંગણા પહેલા રોપની રોકડી કરીલે છે. આમાં 1 રોપ ના છોડના 50 પૈસા પ્રમાણે વેચાણ થાય છે. એટલે હાલના સમયે સારા નક્ષત્રનો વરસાદ થતાં ખેડૂતો રીંગણાના રોપા લેવા પડાપડી કરી રહ્યા છે. ખારેડાના ખેડૂત બળદેવજી ઠાકોરના જણાવ્યા મુજબ હાલમાં રોપાનું વાવેતર ચાલી રહ્યું છે. બે મહિના પછી રીંગણ મળવાનું શરુ થશે.અન્ય ખેડુત કેવળજીના જણાવ્યા મુજબ ચાર મહિના સુધી ઉતાર મળશે. એકલા ખારેડા ગામેથી રોજનો 300 મણ જથ્થો ડીસા માર્કેટમાં ઠલવાય છે. રોજનો 6000 મણ રીંગણ જાય છે જેનો સરેરાશ ભાવ રૂ.150 જેટલો ગણવામાં આવે છે એટલે કે રૂ.9 લાખની કમાણી રીંગણ થકી રોજની થઇ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો