• Gujarati News
  • ખારેડા વાગડોદમાં પાણી ભરાઈ જતાં કપાસ નિષ્ફળ

ખારેડા વાગડોદમાં પાણી ભરાઈ જતાં કપાસ નિષ્ફળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીતાલુકાના ખારેડા અને ભાટસણ ગામો વચ્ચે ભારે વરસાદના લીધે 6 જેટલા વૃક્ષો તૂટી પડતા બંને ગામોનો વ્યવહાર બંધ થઇ જતા ત્રણ દિવસ દૂધ ડેરી સહિત અન્ય વ્યવહારો પણ સ્થગિત થઇ ગયા હતા.વરસાદે વિરામ લેતા પાણીનું સંકટ હળવું થતા જેસીબી લાવીને વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરાયો હતો. જોકે વિસ્તારમાં મોટા પ્રમાણમાં બીટી કપાસની વાવણી થઇ હતી જે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી સાફ થઇ ગઇ હતી.

ખારેડા ગામે વૃક્ષો ઉપરાંત એક વિજથાંભલો તૂટી ગયો હતો જેના લીધે 24 કલાક વીજળી આપતી લાઇન બંધ થઇ ગઇ હતી. ભાટસણ રોડ બંધ થઇ ગયો હોઇ ગુરુવારે પ્રધાનજી ઠાકોરે જેસીબી બોલાવીને તૂટેલા ઝાડ દુર કરાવતા રસ્તો ખુલ્લો થયો હતો. ભાટસણ ગામે ગામમાં પાણી ફરી વળતા તેના લીધે ચામુંડા નગરમાં બે મકાનો પડી ગયા હતા.