તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Vagdod
  • સરસ્વતી તાલુકાના સૂકાભઠ્ઠ ગામ તળાવોને નર્મદાના પાણીથી ભરો

સરસ્વતી તાલુકાના સૂકાભઠ્ઠ ગામ તળાવોને નર્મદાના પાણીથી ભરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીના અભાવે પશુ-પ્રાણીઓને લઇ પશુપાલકોમાં ચિંતા

ઉનાળોધીમા પગલે આવી પહોચ્યો છે ત્યારે સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ગામતળાવોમાં પાણીનો જથ્થો ખાલી થઇ જતાં પશુપાલકોને પશુઓ માટેના પાણીને લઇ મૂંઝવણ શરૂ થઇ ગઇ છે. બીજીતરફ પાણી ખલાસ થઇ રહયું હોઇ તળાવોમાં રહેતા જળચર પ્રાણીઓના અસ્તિત્વ પણ મટી જાય તેવી સંભાવના હોઇ જીવદયાપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી રહી છે, આવા તળાવોમાં નર્મદાના પાણી લાવવા માટે માંગ ઉઠી રહી છે.

સરસ્વતી તાલુકાના વાગડોદ પંથકના ગામ તળાવો દર ચોમાસે વરસાદી પાણીના સંગ્રહ થતાં ભરાઇ જતાં હોઇ જળચર જીવો માછલાં, કાચબા, દેડકા સહિત જીવો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ઉપરાંત પશુઓ તેમજ જંગલી જાનવરો પણ તળાવના પાણીથી તરસ છીપાવતા હોય છે. પરંતુ ગામ તળાવો ઉનાળાની શરૂઆત પહેલાં તળાવો ખાલી થઇ જતાં હોય છે અને દર વર્ષે 6થી 7 મહિનાના ગાળામાં મોટીમાત્રામાં જળચર જીવો મોતને ભેટે છે. હાલના સમયે વિસ્તારના જંગરાલ, કોઇટા, ભાટસણ, ખારેડા સહિતના ગામતળાવો ખાલી થઇ ગયા છે. નહીવત પાણી રહી ગયું છે. ઉનાળાની શરૂઆત ધીમા પગલે થઇ ગઇ છે. ત્યારે પશુ પ્રાણીઓની જરૂરિયાત પૂરી કરવા માટે તળાવો નર્મદાના પાણીથી ભરવા જોઇએ તેવી માંગ ઉઠી છે.

સરકારે મોટા તળાવો ભરવાનું આયોજન કર્યું

ખારેડાઅને કોઇટાના ગ્રામજનો દ્વારા સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ પ્રહલાદજી ઠાકોરનું બાબતે સરકારમાં લાગણી પહોંચાડવા ધ્યાન દોરતાં તેમણે જણાવ્યું કે, સંસદીય સચિવ અને ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ પ્રશ્નથી વાકેફ કરાયેલા છે અને તેઓની રજૂઆત થતાં સરસ્વતી તાલુકાના જે મોટા ગામ તળાવો છે તેમાં નર્મદા નહેર મારફતે પાણી નાખવાનું આયોજન કરાયું છે. જોકે હવે ગરમી શરૂ થઇ ગઇ છે અને પાણી બિલકુલ ખાલી થઇ જવાની સ્થિતિ છે ત્યારે તાત્કાલીક પાણી ભરવાની કાર્યવાહી કરાવામાં આવે તેવો મત છે.

અન્ય સમાચારો પણ છે...