તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાગડોદ પંથકમાં દાણો બેસવા સમયે ઘઉં ઢળી પડવા લાગ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગડોદપંથકમાં શિયાળુ સીઝનમાં એરંડા, રાયડો અને ઘઉંનું વાવેતર મોટા પ્રમાણ કરાયું હતું. તાજેતરમાં વાદળછાયા વાતાવરણના કારણે રાયડામાં મોલોમસી પડતાં અડધો અડધ નુકસાન ખેડૂતોને સહન કરવું પડ્યું છે. ત્યાં અેરંડાના ભાવ ગગડતાં તેમાં પણ નુકસાન થશે. હવે જયારે ઘઉંનો પાક દાણા બેસવાના સમયે પવનના કારણે ઢળી પડતાં પાકમાં પણ નુકસાન જવાની ભીતિ કિસાનો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

સરસ્વતી તાલુકાના ખારેડા અને દેલવાડા ગામના ખેડૂતોના મતે ઘઉં નો પાક હવે દાણો લઇ રહ્યો છે જેમાં પીયત માટે પાણી આપ્યા પછી ઘઉંનો છોડ દાણાના વજન અને જમીન નરમ થઇ જવાના લીધે ઢળી પડે છે . જેના લીધે તેમાં બિલકુલ દાણો રહે તેવું પણ બની શકે અને ભારે નુકશાન ભોગવવું પડે તેમ જણાવી રહ્યા છે. જોકે ઘઉંના પાકમાં વાવેતર ને પાણી આપવામાં સમયગાળો ટૂ઼ંકો હોય અને મોટીધારથી પાણી આપવામાં આવેતો સંકટ સર્જાતું હોય છે. પાણી ફોર્સથી નહી પણ ધીમેથી આપવામાં આવે અને બે પાણી નજીક નજીકના દિવસે આપતાં તેમાંઅંતર રાખવામાં આવે ઘઉનો છોડને ઢળી પડતો બચાવી શકાય છે તેવો મત અનુભવી ખેડૂતોએ વ્યકત કર્યો હતો.

વાગડોદ પંથકમાં ઘઉંનો પાક ઢળી પડતાં ઉત્પાદન પર અસર પડશે. } કેવળજી ઠાકોર

અન્ય સમાચારો પણ છે...