• Gujarati News
  • રામપુરા(કુકસ) પ્રાથિમક શાળામાં સ્પર્ધાઓ યોજાઈ

રામપુરા(કુકસ) પ્રાથિમક શાળામાં સ્પર્ધાઓ યોજાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ

રામપુરા(કુકસ) પ્રાથિમક શાળામાં સ્પર્ધાઓ યોજાઈ

મહેસાણા|શહેરની સાર્વજનિક બીએસડબ્લ્યુ કોલેજ દ્વારા રામપુરા (કુકસ)ની અનુપમ પ્રા.શાળામાં તાજેતરમાં દેશભક્તિ ગીત, પ્રશ્નોત્તરી, સુલેખન વગેરે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળાનાં આચાર્યા ભારતેબેન પટેલ, શિક્ષકો તથા એસએસમસીના સભ્યો હાજર રહ્યા હતા.

અર્બન વિદ્યાલયમાં શિક્ષકદિન ઊજવાયો

મહેસાણા|શહેરની અર્બન વિદ્યાલયના ઉચ્ચતર પ્રા.અને માધ્યમિક વિભાગમાં શિક્ષકદિનની ઊજવણી કરાઈ હતી. જેમાં 205 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરાયા હતા.

વડનગરની કોલેજમાં મનોવિજ્ઞાનનું વ્યાખ્યાન

વડનગર|વડનગરની આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં શિક્ષકદિન નિમીત્તે મનોવિજ્ઞાન વિભાગમાં વ્યાખયાન યોજાયું હતું. જેમાં એ.એસ.ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજના મનોવિજ્ઞાનના તજજ્ઞે રોજીંદા જીવનમાં વ્યવહારીક ઉપયોગ ઉપર માહિતી આપી હતી. પ્રસંગે કોલેજના આચાર્ય ર્ડા.દિલખુશભાઈ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ર્ડા.એચ.જી.નાંદોલિયાએ કર્યું હતું.

મહેસાણાની હોમ સાયન્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહ

મહેસાણા|શહેરની એ.એસ.ચાૈધરી મહિલા આર્ટસ અેન્ડ હોમસાયન્સ કોલેજમાં તાજેતરમાં આચાર્યા ડૉ.રોહિણી ભટ્ટના માર્ગદર્શન હેઠળ કોલેજ કેમ્પસ સફાઈ, નિબંધ લેખન, શીઘ્ર વક્તૃત્ત્વ સ્પર્ધા, વર્ગ સુશોભન, મહેંદી હરિફાઈ, પોસ્ટર અને પેપર કટીંગ હરિફાઈ, ચેસ, કેરમ, યોગાસન વગેરે પ્રવૃતિઓ યોજાઈ હતી. શિક્ષક દિને શિક્ષકોનું સન્માન અને પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થિનીઅોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.