• Gujarati News
  • વડનગરતાલુકાના શાહપુર ગામે બે બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.2.17

વડનગરતાલુકાના શાહપુર ગામે બે બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.2.17

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરતાલુકાના શાહપુર ગામે બે બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.2.17 લાખની મત્તા ચોરી જતાં ચકચાર પ્રસરી છે. ઉલ્લેખનિય છે કે, બંને પરિવારના લોકો ચાલતા અંબાજી દર્શન કરવા ગયા હતા.
શાહપુર ગામે રહેતા પટેલ અંબાલાલ લીલાચંદ તથા રાવલ બાબુભાઈ રામશંકરભાઈના પરિવારો ગત શનિવારે ચાલતા અંબાજી દર્શન કરવા માટે ગયા હતા. તકનો લાભ લઈ તસ્કરોએ પટેલ અંબાલાલના મકાનનું તાળુ તોડી અંદરની તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રૂ.10 હજારની રોકડ રકમ મળીને કુલ 78,000ની મત્તા ચોરાઈ હતી. જ્યારે રાવલ બાબુભાઈ રામશંકરભાઈના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રૂ.25 હજારની રોકડ મળીને કુલ રૂ.1.39 લાખની મત્તા ચોરી ગયા હતા. પાડોશીઓએ ફોન કરીને જાણ કરતાં બંને પરિવારો તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને બાબતે પોલીસને જાણ કરાઈ હતી. પીએસઆઈ કે.બી. પટેલે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી ડોગસ્કવોર્ડ તેમજ એેફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
વડનગરના શાહપુરમાં બે મકાનનાં તાળાં તૂટયાં ~2.17 લાખની મત્તા ચોરાઈ