• Gujarati News
  • શૈલજા હોમ્સમાં બંધ મકાનમાંથી ૬૫૦૦ની ચોરી

શૈલજા હોમ્સમાં બંધ મકાનમાંથી ૬૫૦૦ની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર તાલુકાના કહીપુરના વતની પટેલ દેવાંગભાઈ ખોડાભાઈ મહેસાણાના રાધનપુર રોડ પર શૈલજા હોમ્સમાં ભાડાના મકાનમાં રહે છે. મંગળવારે સાંજે તેઓ ઘર બંધ કરી પરિવાર સાથે વતનમાં લગ# પ્રસંગમાં ગયા હતા. ગુરુવારે સવારે તેમના ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું પાડોશીએ જણાવતાં તેઓ મહેસાણા દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતાં તિજોરીમાં મૂકેલા રૂ.૫ હજારની રોકડ રકમ તથા કાંડા ઘડિયાળ મળીને રૂ.૬૫૦૦ની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. આ બાબતે તેમણે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.