• Gujarati News
  • વડનગરની પરિણીતાનું દાઝી જતાં મોત

વડનગરની પરિણીતાનું દાઝી જતાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરનાઅમતોલ દરવાજા ખાતે રહેતી એક પરિણીતા બુધવારે બપોરે ઘરે સ્ટવ પર ચા બનાવતી હતી તે દરમિયાન ભડકો થતાં ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વડનગરના અમતોલ દરવાજા પાસે રહેતા ભોઇ ધનાભાઇ ડાહ્યાભાઇની પત્ની દેવીકાબેન બુધવારે બપોરે ઘરમાં સ્ટવ પર ચા બનાવી રહી હતી તે દરમિયાન એકાએક ભડકો થતાં આગની જ્વાળાઓથી દેવીકાબેન ગંભીર રીતે દાઝી જતાં તેઓએ બૂમાબૂમ કરતાં તેમના પતિ દોડી આવ્યા હતા અને દેવીકાબેનને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી દવાખાને લઇ ગયા હતા. જો કે, ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.