• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યાના મેસેજથી કુતૂહલ

વડનગરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યાના મેસેજથી કુતૂહલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર ખાતે હાલમાં પુરાતન ખાતા દ્વારા ઉત્ખનન કરાઈ રહ્યું છે. પ્રાચીન નગરી વડનગરના અવશેષો મળી આવે છે ત્યારે મંગળવારે ખોદકામ દરમિયાન સોનાનો મોટો ખનાજો મળ્યા હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર દિવસભર વહેતા થતાં લોકોમાં કૂતુહલ ઊભું થયું હતું.જોકે પુરાતન વિભાગ દ્વારા પુષ્ટિ કરાતાં આ વાત અફવા સાબિત થઈ હતી.

વડનગરમાં ઉત્ખનન કરાઈ રહ્યું છે. પુરાતન વિભાગ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ કરી 2500 વરસ અગાઉની નગરીના અવશેષો શોધી કાઢવામાં આવ્યા છે ત્યારે મંગળવારે ખોદકામ દરમિયાન સોનું ભરેલી કોઠી મળી આવી હોવાના સમાચાર સવારથી સોશિયલ મિડીયા પર વહેતા થતાં દિવસભર લોકોમાં એક જ પ્રશ્ન ચર્ચાતો હતો કે કયા વિસ્તારમાંથી સોનું મળી આવ્યું છે. પુરાતન ખાતા અને પોલીસમાં પુષ્ટિ કરાતાં છેવટે અફવા હોવાનું સાબિત થયું હતું.કોઈ શખસે વિદેશના કોઈ ગામનો ફોટો સોશિયલ મિડીયામાં વહેતો કર્યો હતો. બે આ પ્રકારના સિક્કા બ્રિટિશ સમયના હોવાનું છે. જે માટલા છે તે પણ આપણા દેશના નથી. વિદેશના લોકો આ માટલાનો દારૂ ભરવા માટે ઉપયોગ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...