તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા સાત શખસો ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગરનાભાલેસરા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે શુક્રવારે રાત્રે પીએસઆઇએ રેડ કરી સાત જુગારીઓને 17600ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેઅોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વડનગરમાં દારૂ જુગારની બદી દુર કરવા જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકની સુચના મુજબ વડનગર પીએસઆઇ એસ.કે.દેસાઇ શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ભાલેસરા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા સ્ટાફના ઉસ્માનભાઇ મીરખાન, ઇજાજ અહેમદ, રાજેન્દ્રભાઇ રબારી સહિતના સ્ટાફ સાથે બાતમીની જગ્યાએ રેડ કરી હતી. જ્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસને જોતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી.જોકે પોલીસે તમામને ઝડપી લીધા હતા. જુગારધામ પરથી રોકડ 11660 મોબાઇલ ચાર નંગ- 6000 તેમજ જુગાર સાહિત્ય મળી કુલ 17660નો મુદ્દા માલ કબજે લીધાે હતાે.પોલીસે સાતેય શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લાલ આંખ કરતાં જુગાર રમતા શખસોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પાના ટીચતા ઝડપાયેલાજુગારીઓ

1.ઠાકોર ગણપતજી સરદારજી, 2. ઠાકોર દિવાનજી ભમરજી, 3. ઠાકોર ડાહ્યાજી અનુજી, 4. ઠાકોર ગીગાજી વિરસંગજી, 5. ઠાકોર મંગાજી પ્રધાનજી, 6. ઠાકોર પોપટજી બાબુજી, 7. ઠાકોર બકાજી કરણજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો