વડનગર તાલુકાના સુંઢિયામાં ચાર મકાન, બે દુકાનના તાળાં તૂટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગરતાલુકાના સુંઢિયા ગામે મંગળવારે એક રાતમાં ચાર મકાન અને બે દુકાનોના તાળાં તૂટ્યા હતા. જેમાં એક મકાન માલિકે 7500 ની મત્તા ચોરાયાની વડનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જ્યારે બીજા મકાન અને દુકાનમાંથી કેટલી રકમ ચોરાઈ તેની વિગત બહાર આવી નથી.

વડનગર તાલુકાના સુંઢિયા ગામે અને હાલમાં સુરત ખાતે રહેતા જયંતીભાઈ મફતભાઈ પટેલના બંધ મકાન સહિત

ચાર મકાન અને બે દુકાનોને મંગળવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી.જેમાં જયંતીભાઈના મકાનનું તાળુ તોડી તસ્કરો રૂ 7500 ની મત્તા પ્રહલાદભાઈ પટેલ,કિર્તીભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પટેલના મકાનના તાળાં તોડી સોના ચાંદીના દાગીના ચોરી ગયા હતા. જોકે ઉપરોક્ત ત્રણેય મકાન માલિકે ફરિયાદ નોંધાવતાં કેટલી રકમ ગઈ તેની કોઈ વિગતો મળી નથી.આ ઉપરાંત તસ્કરોએ બે દુકાનને પણ નિશાન બનાવી હતી.

એક રાતમાં ચાર મકાનના તાળાં તૂટતાં ફફડાટની લાગણી છવાઈ ગઈ છે. અંગે જયંતીભાઈ પટેલે વડનગર પોલીસને જાણ કરતાં ડોગસ્કવોર્ડ સહિતની મદદ લઈ વધુ તપાસ પીએસઆઈ કે.એલ.દેસાઈએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...