• Gujarati News
  • મધ્યપ્રદેશમાં 500 વર્ષથી સ્થાયી થયેલા પાટીદારોનાં દેવ દેવી પાટણમાંથી મળ્યાં

મધ્યપ્રદેશમાં 500 વર્ષથી સ્થાયી થયેલા પાટીદારોનાં દેવ-દેવી પાટણમાંથી મળ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશનાધાર જિલ્લાના રામપુર ગામે 500 વર્ષથી વસતા પાટીદાર પરિવારોના સતિમાતા અને ભૈરવદાદા પાટણ શહેરના રાણકીવાવ રોડ પર આવેલા નવા કાળકા મંદિરની પાછળ ધરતીઢંક એવી વાવમાં મોજુદ હોવાનું પ્રમાણ મળતા રામપુરથી આવેલા પાટીદાર પરિવારે શુક્રવારે શોધખોળના અંતે પ્રતિક પ્રતિમા અને જ્યોત લઇને રામપુર જવા રવાના થયા હતા. પ્રસંગે લોકોની દૈવી શક્તિઓ પ્રત્યેની આસ્થાને વધુ મજબૂત બનાવી હતી.

મધ્યપ્રદેશના ઇન્દોર જતા પહેલા આવતા ધાર જિલ્લાના રામપુર ગામે વસતા 60 જેટલા લેઉવા પાટીદાર પરીવારોએ રૂ.3 લાખના ખર્ચે નવું મંદિર બનાવ્યું છે. જેમાં 24 અેપ્રિલથી પ્રતિષ્ઠા પ્રસંગ ઉજવાનાર છે. તેમના કુળદેવી ચામુંડા માતા છે.પણ પરિવારના દેવ સતીમાતા અને ભૈરવદાદા અપૂજિત હોવાનું શક્તિ આરાધક મારફતે જાણવા મળ્યું હતું. તેમના વહીવંચા બારોટ એટલે કે રાવજી મૂળ વડનગરના ડો.જે.આર.રાવ હાલમાં ધાર ખાતે રહે છે. પરિવારે તેમને અરજ કરતા ડો.રાવે તેમના જમાઇ અમદાવાદ ખાતે રહેતા ભરતભાઇ કે. બારોટને બોલાવી તેમના ચોપડા જોવડાવતા રસપ્રદ હકીકત સામે આવી હતી.

પાટીદારો સંવત 1536માં પાટણ ગઢથી રામપુર રહેવા ગયા હતા પણ ભૂલથી સતીમાતા અને ભૈરવદાદાને સાથે લઇ જવાના રહી ગયા હતા.

પાટીદાર પરિવાર રોમાંચિત

ભરતભાઇબારોટઅને પાટીદાર પરિવારના જયરામભાઇ પાટીદાર, રોહીતજી, નારણભાઇ, બોદનારના તુલસીરામ વગેરે પાટણ આવ્યા હતા.ભરતભાઇએ તેમના પરિચિત મહેન્દ્રભાઇ આચાર્યનો સંપર્ક કર્યો. ઇતિહાસકાર મુકુંદભાઇ બ્રહ્મક્ષત્રિય પાસે જૂની વાવોનું લિસ્ટ બનાવ્યું. તેના આધારે આરંભાઇ શોધખોળ. નવાકાળકા મંદિરે જતા ઉપાસક જયરામભાઇને પવન આવતા સ્થળ નક્કી થયું હતું. વાવ તો વર્ષોથી પુરાણ કરી દેવાયેલી છે ત્યારે બે પથ્થરને પ્રતિમા રૂપે સ્વીકારી પૂજા કરીને અખંડ જ્યોત સાથે પરિવારો સતીમાતા અને ભેરવદાદાને લઇ રવાના થયા હતા.