વડનગર ડેપોમાં ડ્રાઈવર-કંડકટર અને મુસાફરોની આરોગ્યની ચકાસણી કરાઈ

જિલ્લા તમામ ડેપોના કર્મચારીઓને આવરી લેવાશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:31 AM
વડનગર ડેપોમાં ડ્રાઈવર-કંડકટર અને મુસાફરોની આરોગ્યની ચકાસણી કરાઈ
વડનગર : વડનગર ડેપો ખાતે ગુરુવારે નૂતન જનરલ હોસ્પિટલના સહયોગથી ડ્રાઈવર-કંડકટર સહિત 146 કર્મચારીના આરોગ્યની ચકાસણી કરાઈ હતી.

આ પ્રસંગે મહેસાણા એસટી વિભાગીય નિયામક વાય.કે.પટેલ,વિભાગીય યાંત્રિક ઈજનેર એસ.બી.રાવલ,વડનગર ડેપો મેનેજર એમ.એમ.દાદુ,ટીસી ભરતભાઈ, મહેશભાઈ સહિત તેમન નૂતન જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેડ ર્ડા.કિરીટભાઈ મીઠાવાલા, સંજયભાઈ પટેલ સહિત આરોગ્યની ટીમ હાજર રહી કર્મચારીઓ અને મુસાફરોને ચકાસ્યા હતા.

આ અંગે સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા જિલ્લાના તમામ એસટી કર્મચારીઓ અને તેમના પરિવારોને મફત તબીબી સેવા અને જરૂર પડે ઓપરેશનની પણ મફત સુવિધા આપશે.જેમાં ડાયાબિટિસ,બાળરોગ,આંખના રોગ અને મહિલાઓની પ્રસૂતિની મફત સેવા આપવામાં આવશે.જેેની શરૂઆત વડનગર ડેપોથી કરાઈ છે.

X
વડનગર ડેપોમાં ડ્રાઈવર-કંડકટર અને મુસાફરોની આરોગ્યની ચકાસણી કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App