• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • વડનગરતાલુકમાં એક રાતમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેમાં શાહપુર

વડનગરતાલુકમાં એક રાતમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેમાં શાહપુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડનગરતાલુકમાં એક રાતમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેમાં શાહપુર ગામમાં બુધવારે પાણી ઘૂસી વહીવટી તંત્ર તાબડતોબ ગામમાં પહોંચી ગયું હતું.જ્યાં 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં ગ્રામ્ય વિસ્તારના તળાવો ઊભરાઇ ગયા છે. તાલુકાના 13 તળાવો ઓવરફલો થવાની શક્યતા છે.ડ

તાલુકામાં 3 ઈંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસમાંથી પાણી છોડાતાં ઊંઢાઈ નું તળાવ ભરાઈ જતાં શાહપુર ગામમાં વરસાદી પાણી ઘૂસી જતાં વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થાનિક ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પ્રાંત અધિકારી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહિત,નાયબ ટીડીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. વડનગરના 10, ઉણાદ,ડાબુ,શાહપુર સહિતના 13 જેટલા તળાવમાં પાણીનો આવરો વધતાં ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે.ડાબુ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 10 જેટલા પશુના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...