તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vadnagar
  • Vadnagar વડનગર હાટકેશ્વર મંદિર આગળથી પૂજારીના ઘર,ધર્મશાળા સહિતનાં 10 દબાણો હટાવાયાં

વડનગર હાટકેશ્વર મંદિર આગળથી પૂજારીના ઘર,ધર્મશાળા સહિતનાં 10 દબાણો હટાવાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર |વડનગર હાટકેશ્વર મંદિર આગળના દબાણો દૂર કરવા ખેરાલુ કોર્ટે મનાઈ હુકમ ઉઠાવી લેતાં શુક્રવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરના પૂજારીના મકાન, ધર્મશાળા સહિતના દસ જેટલા દબાણો દૂર કરી પૂજારીને છૂટા કરવામાં આવ્યા હતા.પૂજારી અને ટ્રસ્ટીઓ વચ્ચે રકજકને અંતે દબાણ હટાવી પૂજારીને સામાન સાથે બહાર કાઢવામાં આવ્યા હતા.

ખેરાલુ કોર્ટે મનાઈ હુકમ ઉઠાવી લેતાં 22 વર્ષથી ચાલતા કેસનો અંત આવ્યો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરના પૂજારીને સામાન સાથે બહાર કઢાયા
વડનગર હાટકેશ્વર મંદિરનુ ૧૮ કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મંદિર આગળના પૂજારીના મકાન, ધર્મશાળા સહિતના દબાણ હટાવવાનો ખેરાલુ કોર્ટે મનાઈ હુકમ હટાવી લેતા શુક્રવારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.મંદિરના પૂજારીના મકાન સહિતના 10 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.તેમજ ટ્રસ્ટ દ્વારા મંદિરના પૂજારીને પણ છૂટા કરાયા હતા.પૂજારી અને ટ્રસ્ટ વચ્ચે ચાલતા 22વર્ષ જૂના કેસનો અંત આવ્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પૂજારીના પરિવાર અને ટ્રસ્ટીઓ વચ્ચે રકજકના અંતે સાજે તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.પૂજારી દ્વારા તંત્ર દ્વારા મનમાની ચલાવી મકાન પાડી દીધાના આક્ષેપ સાથે કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. નવા પૂજારી તરીકે નિરંજનભાઈની નિમણૂક કરી હતી.

તંત્રએ મનમાની ચલાવી દબાણ હટાવ્યા છે
આ અંગે મંદિરના પૂજારી જયંતભાઈએ જણાવ્યું કે તંત્ર એ મનમાની ચલાવી દબાણો હટાવી લીધા છે. અમને દબાણ હટાવવાની નકલ પણ આપવામાં આવી નથી તેવા આક્ષેપો કર્યા હતા અમારી વાતને ધ્યાને લીધા સિવાય મકાન પાડી દેવામાં આવ્યું છે અમને ખોટી રીતે દૂર કરાયા છે.આ અંગે અમે કોર્ટમાં અપીલ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...